🎯UPSC 🎯
[અરવિંદ વાલમિયા ની કલમે
✍] 👇
👉UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતીમાં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે !
👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. UPSC એ ક્લાસ-૧ ની એક્ઝામ લે છે . આઈએએસ , આઈપીએસ , આઇએફએસ , આઈઆરએસ જેવા અધિકારી બનવા માટે UPSC ની એક્ઝામ આપવી પડે . UPSC ઈન્ડિયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, ઈન્ડિયન પોસ્ટલ સર્વિસ જેવી સર્વિસની પણ એક્ઝામ લે છે .
🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .
👉 પ્રિલિમ એક્ઝામ
👉 મેઈન એક્ઝામ
👉 ઇન્ટરવ્યૂ
👉પ્રિલીમ પરિક્ષાના બે પેપર હોય છે .
👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ . (. બીજા પેપર ના માર્ક ગણાતા નથી .)
👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે . જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .
👉 પ્રીલીમ પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .
🎯મુખ્ય પરિક્ષા 👇
મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે .
અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે . પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )
બીજું પેપર ભાષા નું હોય છે . ( બંધારણ ની ૮ મી અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો . એમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 .આમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)
👉આ બન્ને પેપર મા પાસ થવું જરૂરી છે આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી .
👉👉મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇
👉 નિબંધ નું પેપર
👉ચાર જનરલ સ્ટડી ના પેપર
👉 બે optional ના પેપર
( જે તમારે નક્કી કરવા નો હોય છે . જે વિષય રાખવો હોય તે . ભાષા પણ રાખી શકાય . UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )
👆આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .
👉 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે )
🎯ઇન્ટરવ્યૂ
👉 ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્ક નું હોય છે.
👉 ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય , દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ , તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે.
( UPSC પાસ કરેલા અધિકારીઓનું કહેવું છે કે તે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે . )
👉👉👉 કુલ ૨૦૨૫ માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે .
👉 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .
👉 જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .
🎯UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ? 👇
UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .
🎯હિસ્ટ્રી માટે 👇
👉ધો . ૬ થી ૧૨ ની NCERT
👉પ્રાચીન ભારતનો ઇતિહાસ
👉મધ્ય ભારત નો ઇતિહાસ
👉આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
👉 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો .
🎯 ભૂગોળ માટે 👇
👉ધો .૬ થી ૧૨ નું NCERT વાંચવી .
👉કરંટ અફેર્સ વાંચવું
👉 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી
🎯 અર્થશાસ્ત્ર માટે 👇
👉 ૬ થી ૧૨ ની NCERT
👉 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી
👉 કરંટ અફેર્સ વાંચવું
👉 યુટ્યુબ પર ના મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .
🎯પોલિટીકલ માટે 👇
👉ધો ૬ થી ૧૨ ની NCERT
👉 એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલની બુક
👉 કરંટ અફેર્સ
🎯સમાજશાસ્ત્ર માટે 👇
👉ધો. ૬ થી ૧૨ ની NCERT
👉 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
👉 UGC ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર
🎯વિજ્ઞાન માટે 👇
👉 ધો .૬ થી ૧૦ ની NCERT ( ૧૧ ,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
👉 કરંટ અફેર્સ
🎯 ગણિત માટે👇
👉ધો. ૬ થી ૧૦ ની NCERT
( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ . ખાલી દસમાં સુધીનું )
🎯અંગ્રેજી માટે 👇
👉 અંગ્રેજી માં દશમાં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક . આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .
🎯Optional subject માટે 👇
👉 Optional ના બે પેપર હોય છે .
👉 ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .
👉 ગુજરાતી ભાષા નો ઇતિહાસ
👉 ગદ્ય અને પદ્ય બન્ને
👉 રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
👉 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે .
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉 રાજ્યસભા ટીવી જોવી .
👉 દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર )
👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું
👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે .
👉 ભારત ની મુખ્ય સમસ્યા કઈ છે ? તમે તે સમસ્યા ને કેવી રીતે દૂર કરશો.
🎯🎯🎯🎯🎯🎯🎯
🎯 કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?
👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .
👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)
👉 કોઈ પણ વિષયમાં સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે .
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇
👉 જૂનાગઢ ના હાલના કમિશ્નર ના દસમાં માં અંગ્રેજી ,ગણિત અને વિજ્ઞાન માં તો ૩૫ માર્ક મળ્યા હતા . ૧૧ , આર્ટસ કર્યું. ૧૨ ધોરણ માં નેઠ પાસ થયા હતા . છતાં તે ક્લેક્ટર બન્યા . નામ છે તુષાર સુમેરા .
👉 UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.
👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી . તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .
👉 મનોજ કુમાર શર્મા ધોરણ ૧૨ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .
👆 આવા તો ઘણા બધા ઉદાહરણ છે .
🎯🎯🎯🎯🎯🎯🎯
એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે 👇
👉 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .
👉 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ .જયશંકર એ UPSC પાસ કરેલી છે . એસ.જયશંકર આઈ.એફ.એસ ઓફિસર હતા .
👉 ભારત સરકાર ના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા એ UPSC પાસ કરેલી છે. યશવંત સિન્હા ક્લેક્ટર હતા .
👉 ભારત ના રાષ્ટ્પતિ સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.
👉 ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા , લોકસભાના સાંસદ રહેલા , રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતીજી એ પણ UPSC ની તૈયારી કરેલી છે .
🚨 સરકાર તો આવે ને જાય પણ દેશના અધિકારીઓ દેશ ચલાવતા હોય છે .🚨
જો તમે પણ IAS , IPS , IRS , IFS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .
UPSC ને લગતી બધી જ માહિતી આપવાનો મે પ્રયાસ કર્યો છતાં પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો .
🙏આભાર 🙏
0 Comments